GUJARATMODASA

મોડાસા ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવીન કાર્યાલયનો શુભારંભ : રાજકીય શૂન્યવકાશમાં ત્રીજો વિકલ્પ : શંકરસિંહ વાઘેલા

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવીન કાર્યાલયનો શુભારંભ : રાજકીય શૂન્યવકાશમાં ત્રીજો વિકલ્પ : શંકરસિંહ વાઘેલા


લોકશાહી માં રાજકીય પક્ષોનું મહત્વ રહેલું હોય છે ત્યારે ગુજરાત માં નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નો પણ શુભારંભ કરાયો છે ત્યારે રાજ્ય ના તમામ જિલ્લા સ્તર પર પણ કાર્યાલયો ખોલી ને પાર્ટી સંગઠન મજબૂત બનાવવા નો પ્રયત્ન કર્યો છે ત્યારે આજે અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નો શુભારંભ કરાયો

ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે અરવલ્લી ના મોડાસા ની મુલાકાતે હતા જિલ્લા માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નો આજથી શુભારંભ કરાયો છે અરવલ્લી જિલ્લા માં હર્ષદસિંહ રહેવર નો જિલ્લા પ્રમુખ તરીકે પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો ,પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા નું મોડાસા શહેર માં પ્રવેશતાજ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું ,મોડાસા કોલેજથી મેઘરજ રોડ કાર્યાલય સુધી રેલી યોજાઈ હતી અને મેઘરજ શ્રીજી કોમ્પ્લેક્ષ ખાતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ના જિલ્લા કાર્યાલય નો શુભારંભ કરાવ્યો હતો શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું મેં હાલ ગુજરાત માં રાજકીય શૂન્યાવકાશ છે જેથી ત્રિજા વિકલ્પ તરીકે જનતા નો પાવર એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ને પસંદ કરીછે અને અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે આજે કાર્યાલય નો શુભારંભ કરાવ્યો છે

Back to top button
error: Content is protected !!