GUJARATSAYLA

સાયલા પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

દશેરા પર્વ નિમિત્તે પરંપરાગત રીતે ઝાલાવાડ નાં તમામ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરાયું.

સુરેન્દ્રનગર નાં વિસ્તારમાં ઠેર ઠેર શસ્ત્ર પૂજન તથા વિધિ નુ આયોજન કરાયું.જેમાં સાયલા ખાતે વિજયા દશમી પર્વ નિમિત્તે સાયલા પોલીસ સ્ટેશન ખાતે શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિ દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને શસ્ત્ર પૂજન પુણ્ય થયા બાદ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શસ્ત્ર પૂજન માં ખાસ કરીને પી.આઈ બી.એચ શીંગરખીયા, પી.એસ.આઇ એચ.ડી. પટેલ, તમામ કોન્સ્ટેબલ, જી‌.આર.ડી જવાનો, જેવા તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!