સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું.

તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ શરૂ કરાયો છે આ ગ્રુપ છેલ્લા 9 વર્ષથી અવિરતપણે આ સેવા પૂરી પાડી રહ્યું છે આ સેવા કેમ્પ ચૈત્ર નવરાત્રી દરમિયાન માઈભક્તો અને યાત્રાળુઓ માટે ભોજન, રહેવા અને નાહવા સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડે છે અહીં વણેલા ગાંઠિયા, પાપડી, ભજીયા, ચા, લીંબુ-વરિયાળીનું શરબત અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ પણ પીરસવામાં આવે છે ઝાલાવાડ પંથકમાં ઉત્તર ગુજરાત સહિત દૂર-દૂરથી આવતા પદયાત્રીઓ માટે 100થી વધુ સેવા કેમ્પ ધમધમી રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાના દર્શનાર્થે ભક્તો બારે મહિના ઉમટી પડે છે ખાસ કરીને ચૈત્રી પૂનમના દિવસે ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવાનું અનોખું અને પરંપરાગત મહત્વ છે ચૈત્રી પૂનમ નજીક આવતા અમદાવાદ, મહેસાણા, કડી, કલોલ સહિત ઉત્તર ગુજરાત અને રાજ્ય બહારના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો ચોટીલા દર્શનાર્થે આવી રહ્યા છે આ પદયાત્રીઓ માટે રસ્તા પર અનેક જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે જ્યાં રહેવા-જમવા, રાત્રી રોકાણ, દવા, સારવાર, પગ દબાવવા અને માલિશ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે ચામુંડા માતાજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધા સાથે ચૈત્રી પૂનમના દિવસે ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે સુરેન્દ્રનગર તરફ પણ ઠેરઠેર મા ચામુંડાના ભક્તો પગપાળા સંઘો અને રથો સાથે નાચતા-ગાતા ચોટીલા તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેના કારણે લાખો પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટી પડશે તેવી અપેક્ષા છે.



