GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ ને ચાર વર્ષ પૂર્ણ થતા ૨૨ જુલાઈ થી ૨૮ જુલાઈ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી અંતર્ગત ભાર વિનાના ભણતરને ધ્યાનમાં રાખી TLM દિવસ, FLN દિવસ, પાયાની સાક્ષરતા કેળવણી ,કાર્યશાળા ,સ્પોર્ટસ ડે, સ્વદેશી રમત અને સાંસ્કૃતિક દિવસ સાથે ઇકો ક્લબ મિશન લાઈફ ડેની પણ ઉજવણી કરવામાં આવી.

નવી શિક્ષણનીતિ મુજબ વિદ્યાર્થીઓ કૌશલ્ય ઉપર ભાર મૂકી શિક્ષણને આનંદમય રીતે માણી શકે તે માટે શિક્ષા સપ્તાહ  ઉજવણીમાં ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત તમામ માધ્યમની શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભણતરને હળવાશ થી  સમજવા TLM નો ઉપયોગ કરવામાં આવ્યો. અત્યંત નબળા વિદ્યાર્થીઓને પાયાની સાક્ષરતા માટે કાર્ય શાળા યોજાઇ, ભૂલી ગયેલી સ્વદેશી રમતો ફરી રમાડવામાં આવી

વિદ્યાર્થીઓને એક દિવસ પુસ્તક વગર બોલાવવામાં આવ્યા  ચિત્ર સ્પર્ધા,વૃક્ષારોપણ, કથા કથન, સુલેખન સ્પર્ધા અને સમગ્ર અઠવાડિયા દરમિયાન વિદ્યાર્થીઓએ આ સપ્તાહમાં ભણતરનો આનંદ ઉઠાવ્યો જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી દ્વારા મળેલ સૂચના મુજબ દરેક દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ સામેલ થયા હળવાશથી અઘરા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણ અને શિક્ષણ પ્રત્યેની રુચિમાં વધારો દેખાયો.”પ્રત્યેક બાળક મહત્વનું છે”આ સ્લોગનને સાચું કરવા તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખે તેવું આચાર્ય પરેશ દેસાઈએ જણાવ્યું. શાળાના પ્રાથમિક વિભાગ, અંગ્રેજી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ પણ શિક્ષા સપ્તાહમાં જોડાયા હતાં. આચાર્ય રાકેશભાઈ આહીર, કુમારી શીતલ પટેલ, સ્મિતા પટેલ, અને પ્રીતિબેન દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા. કેમ્પસ ડાયરેક્ટર   ડૉ.ચંદ્રગુપ્તજી અને સુરેશભાઈ રત્નાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તરફથી પણ શાળાને અભિનંદન મળ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરીએ “શિક્ષા સપ્તાહ” ઉજવણીની  નોંધ લીધી હતી.

Back to top button
error: Content is protected !!