GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ગાંધી ના ગુજરાતમાં દારૂબંધીનું ખાલી નામ જ છે. પરંતુ વાર તહેવાર નહીં સાહેબ દરરોજનો કરોડો રૂપિયાનો દારૂ તો ખાલી ગુજરાતમાંથી પકડાઇ રહ્યો છે. તો ગુજરાતમાં કેટલો દારૂ ઘુસાડવામાં આવતો હશે? કારણ કે જેટલો દારૂ પકડાયછે એના કરતાં પણ વધારે દરેક જિલ્લામાંથી બુટલેગરોઝડપાઈ રહ્યા છે. તો સાહેબ ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર જ છે કે પછી દારૂબંધીના નામે ઘણા બધા અધિકારીઓના ઘરના રોટલા રંધાઈ રહ્યા છે

 

મોરબી જીલ્લામાં બુટલેગરો દારૂ ધૂસાડવા માટે અવનવા પ્રયાસો કરી ચુક્યા છે પણ અનેકવાર પોલીસે આ નવા નુસકાઓને ઝડપી પાડ્યા છે ત્યારે દારૂ મોરબીમાં ધૂસાડવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે જાણે દારૂની ફેક્ટરી કાર્યરત કરી હોય તેમ મોરબીના રફાળેશ્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ફીનાઇલ બનાવવાની આડમાં બનાવટી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી એલસીબી ટીમે ઝડપી પાડી લાખોનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે રફાળેશ્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઈઝ નામનું ગોડાઉન ભાડે રાખી ફિનાઈલ બનાવવાની આડમાં બનાવટી વિદેશી દારૂ બનાવીને બોટલમાં ભરવામાં આવતો હોવાની બાતમીના આધારે દરોડા પાડવામાં આવતા જ્યાંથી ત્યાં પગારદાર તરીકે કામ પર રાખેલ કર્મચારીઓ બિશ્વજીત સાદુરામ રામસહાય જાટબ, ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ જાટબ, રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ, રંજીત રોહનલાલ રામસાહય જાટવ, રાજકુમાર અઝઝુદીલાલ કેસરી ધોબી, રવિ જયરામ કોમીલ જાટબ, લીલાધર ધરમપાલ મેવારામ જાટબ, નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ, ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ, સચીનકુમાર સન્તરામ રામઅંજોર કોરી અને બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણ મળી આવ્યા હતા.તો સ્થળ પરથી વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ ૨૮૩૨ કીમત રૂ.૧૦,૬૨,૦૦૦, ગોડાઉનમાંથી બનાવટી તૈયાર ઇંગ્લીશ દારૂ (પ્રવાહી) લિટર ૨૫૦૦ કિમત રૂપિયા ૧,૨૫,૦૦૦, અલગ અલગ પ્રકારના લીકવીડ તથા પાવડર કેમીકલ, ખાલી બોટલો, ઢાંકણા, ઇંગ્લીશ દારૂની બોટલો ઉપર લગાડવાના સ્ટીકરો, પેકીંગ મશીન, લેબ ટેસ્ટીંગ કીટ, તથા મોબાઇલ ફોન નંગ-૦૬ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા ૧૫,૬૫,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ૧૧ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો મુખ્ય આરોપી સુરેશકુમાર હાજર ના મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!