BANASKANTHAGUJARATPALANPUR

ગઢમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં પં.દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રધ્ધા સુમન અર્પણ કરાયા

26 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

પાલનપુર તાલુકાના ગઢ ગામે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં એકાત્મ માનવવાદના પ્રણેતા અને સત્તાના માધ્યમથી છેવાડાના માનવીની કલ્યાણ કલ્પનાના હિમાયતી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધા – સૂમન અર્પણ કરવામાં આવ્યા હતા ..અને પંડિતજીની વિચારધારા તેમજ એમના જીવન ચરિત્ર વિશે ધારાસભ્યશ્રી દ્રારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત કાર્યકરોને ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ગઢ તમામ કાર્યકરો સક્રિય રીતે દરેક ગામ – બુથમાં ભાજપના વધુમાં વધું સભ્યો નોધાય એ પ્રમાણેનું આયોજન કરવા અપીલ કરી હતી .આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી અમીષપુરી ગોસ્વામી , જિલ્લા ભાજપ સદસ્યતા અભિયાન સહ સંયોજક અમૃતભાઈ દેસાઈ (ગઢ) , તા.ભાજપ પ્રમુખ મોતીભાઈ પાળજા , અનુ.જાતિ મોરચા જિલ્લા મંત્રી જયંતિભાઈ બાઈવાડીયા સહિત સ્થાનિક ભાજપના હોદ્દેદારો – આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!