ANJARGUJARATKUTCH

શ્રી અંજાર તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. ધમડકા (હાલ.ચાંદરાણી)માં વહીવટદારની નિમણૂક કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૧૬ જુલાઈ :  શ્રી અંજાર તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. મુ. ધમડકા (હાલ.ચાંદરાણી) તા.અંજાર- કચ્છના સભાસદો તથા અન્ય લાગતા વળગતાઓને જાણ કરવામાં આવે છે કે શ્રી જિલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ, ભુજ- કચ્છના હુકમ ક્રમાંકઃસકક/૦૧/ગ-૨/૪૬૬/૨૦૨૪ તારીખઃ ૩૧/૫/૨૦૨૪ મુજબ શ્રી અંજાર તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. મુ. ધમડકા (હાલ. ચાંદરાણી)તા.અંજાર- કચ્છની વ્યવસ્થાપક કમિટીને ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ની કલમ-૮૧ની જોગવાઇઓને ધ્યાને લઇ બરતરફ કરવામાં આવેલી છે. આ મંડળીના વહીવટદાર તરીકે શ્રી એમ.એમ. પરમારની નિમણૂક કરવામાં આવી છે તેમ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી ભુજ કચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!