GODHARAGUJARATPANCHMAHAL
પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતાં શ્રી અજય દહિયા

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
અમરેલી જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. શ્રી અજય દહિયાની પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.
મૂળ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની શ્રી અજય દહિયાએ આઈ.આઈ.ટી. દિલ્લી ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી. ટેક. નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૪ ની સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા.
સરકારી સેવામાં જોડાયા બાદ તેમણે સૌપ્રથમ દાહોદ જિલ્લા અને મોરબી જિલ્લામાં મદદનીશ કલેકટર તરીકે અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોરબંદર અને બનાસકાંઠા જિલ્લામાં સેવા આપી છે. તેમણે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગર તરીકે તથા અમરેલીમાં જિલ્લા કલેકટર તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે.






