BANASKANTHAGUJARAT

શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુર ની સાધારણ સભા યોજાઈ.

રાધનપુર તાલુકાના ઇન્દ્રનગર (નવાગામ) ખાતે આવેલ પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ ના ફાર્મ હાઉસ ખાતે શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુર

શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુર ની સાધારણ સભા યોજાઈ.

રાધનપુર તાલુકાના ઇન્દ્રનગર (નવાગામ) ખાતે આવેલ પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ ના ફાર્મ હાઉસ ખાતે શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુર ની આજરોજ તા. ૦૧/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ સવારે સાધારણ યોજાઈ હતી.શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુરના મંત્રી પ્રહલાદભાઈ બી.પ્રજાપતિ એ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મીટીંગની રૂપરેખા રજૂ કરી સભાના અધ્યક્ષ ડી.ડી.પ્રજાપતિ ની નિમણૂક સાથે આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ એન.પ્રજાપતિ, મંત્રી નાથુભાઈ પ્રજાપતિ સહીત સમાજના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ૨૩ મો સમુહ લગ્નના હિસાબો વાંચી સંભળાવેલ જેને સભાએ બહાલી આપેલ.સૌ સાથે મળી સમાજનો વિકાસ થાય તે માટે પ્રયત્નો કરવા જણાવેલ.આગામી ૨૪ માં સમુહ લગ્નમાં જ્ઞાતિગંગાએ ખભે ખભો મિલાવી સાથ સહકાર આપવા ચર્ચાઓ કરવામાં આવી તેમજ જૂની કારોબારી યથાવત રાખવાની ચર્ચાઓ થતા જૂની કારોબારીમાં પ્રમુખ માધુભાઈ એમ.પ્રજાપતિ ચલવાડા,ઉપ પ્રમુખ અશ્વિનભાઈ એ.પ્રજાપતિ ગાંજીસર,મંત્રી પ્રહલાદભાઈ બી. પ્રજાપતિ ઉણ સહીત દરેક સભ્યો યથાવત રહેતા ઉપસ્થિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી કારોબારીને વધાવી હતી.ગુજરાત સમસ્ત પ્રજાપતિ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ મનજીભાઈ પ્રજાપતિ, એલ. બી. પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.પ્રમુખ માધુભાઈ પ્રજાપતિના ઈન્દ્રનગર (નવાગામ) ખાતે આવેલ ફાર્મ હાઉસમાં પધારી ભોજન પ્રસાદ લેવા બદલ દરેકનો આભાર માન્યો હતો.આ પ્રસંગે વાસા પરગણાના પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિ,મંત્રી ભાવાભાઈ પ્રજાપતિ,ઉણ પરગણાના પ્રમુખ ગોરધનભાઈ પ્રજાપતિ,તેરવાડા પરગણાના પ્રમુખ સોમાભાઈ પ્રજાપતિ,મંત્રી લાલાભાઈ પ્રજાપતિ, ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારપુરા,કેશાભાઈ પ્રજાપતિ વડનગર,સુરેશભાઈ ઓઝા, દશરથભાઈ પ્રજાપતિ વડનગર, લક્ષમણભાઈ પ્રજાપતિ (એલ. બી.),પ્રહલાદભાઈ પ્રજાપતિ અરજણસર,રાધનપુર છાત્રાલયના ગૃહપતિ જગદીશભાઈ પ્રજાપતિ સહીત વિશાળ સંખ્યામાં શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો.99785 21530

Back to top button
error: Content is protected !!