દિયોદર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ, રાટીલા જીલ્લા પંચાયત કોંગ્રેસે ઉમેદવાર સિધ્ધરાજસિંહ ચૌહાણે ગજવી સભા.*

*દિયોદર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ, રાટીલા જીલ્લા પંચાયત કોંગ્રેસે ઉમેદવાર સિધ્ધરાજસિંહ ચૌહાણે ગજવી સભા.*
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે બરાબરનો જામી રહ્યો છે. દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે રાજકીય ગરમાવો તેજ થયો છે. આજે રાંટીલા જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે પોતાના વતનથી ભવ્ય ચૂંટણી સભા યોજી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.
મોંઘવારી અને બેરોજગારી મુખ્ય મુદ્દા ને લઈ પોતાના ગામમાં યોજાયેલી જાહેર સભામાં ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “આજે જનતા મોંઘવારી અને બેકારીથી ત્રસ્ત છે. યુવાનો પાસે નોકરી નથી અને દિવસેને દિવસે વધતી મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે.” તેમણે દાવો કર્યો હતો કે લોકોનો ઝુકાવ હવે કોંગ્રેસ તરફ છે અને આગામી સમયમાં વાવ-થરાદની જિલ્લા અને તાલુકા પંચાયતો પર કોંગ્રેસનો પંજો લહેરાશે.
દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, અને વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બી.કે. જોશી સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોમાં જોશ પૂર્યો હતો.
સભા દરમિયાન નેતાઓએ ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા જેમા
બી.કે. જોશી એ આક્ષેપ કર્યો કે મીઠા તાલુકા પંચાયત અને ભોરોલ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ અન્યાયી રીતે રદ કરવામાં આવ્યા છે. તેમણે આને લોકશાહીનું ચીરl હlરણ ગણાવી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી આપી છે.
ત્યારે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા તેમણે જણાવ્યું કે ભાજપ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ની વાતો કરે છે, પરંતુ કોંગ્રેસના કાર્યકરોને ધાક-ધમકી કે લાલચ આપી પક્ષમાં ભેળવીને ભાજપ પોતે જ ‘કોંગ્રેસ યુક્ત’ બની ગઈ છે.
“લોકો ભાજપ શાસનથી કંટાળ્યા છે, આ વખતે પરિવર્તન નક્કી છે.”
રાટીલા જીલ્લા પંચાયત ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા દીયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલ સહિતના આગેવાનોએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે પ્રચારના આ શ્રી ગણેશ મતદાનના દિવસે કેટલા ફળદાયી નીવડે છે.






