ઓગડ તાલુકાના તાણામાં શ્રી ગોકુળીયા ગોગા મહારાજનો દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરાઈ..
ગોકુલનગર સોસાયટીમાં બિરાજમાન શ્રી ગોકુળીયા ગોગા મહારાજના મંદિરે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે
ઓગડ તાલુકાના તાણામાં શ્રી ગોકુળીયા ગોગા મહારાજનો દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકામા આવેલ ઘેઘૂર વડના નામે પ્રખ્યાત તાણા ગામે ઐતિહાસિક શ્રીચામુંડા માતાજી નુ મંદિર આવેલ છે.મંદિરની સાનિધ્યમાં આવેલ ગોકુલનગર સોસાયટીમાં બિરાજમાન શ્રી ગોકુળીયા ગોગા મહારાજના મંદિરે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે આજરોજ આસોસુદ ચૌદસને સોમવાર તા.૦૬/૧૦/૨૦૨૫ ના રોજ ઠક્કર મનોજકુમાર નટવરલાલ પરિવારના યજમાન પદે શાસ્ત્રીજી જયંતીભાઈ જોષી,શાસ્ત્રી બકાલાલ પંચોલી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે યજ્ઞ યોજાયો હતો.બપોરે ૧૨.૩૯ કલાકે સ્વ.વિરામબાપા પ્રજાપતિ પરિવાર નેકારીયાના ઈશ્વરભાઈ, સગરામભાઈ,ગોવિંદભાઈ, ઉમેશભાઈના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવેલ,કોટક પ્રભુરામભાઈ કાળીદાસભાઈ પરિવારના રાજુભાઈ તથા લલિતભાઈ ના હસ્તે આરતી ઉતારવામાં આવેલ.ફુલહાર તથા પ્રસાદનો લાભ સ્વ. અચરતલાલ શિવરામભાઈ ઠક્કર પરિવરના રામ-લક્ષમણની જોડીસમા હર્ષદભાઈ તથા નિરંજનભાઈ એ લીધો હતો.ભોજન પ્રસાદ મહેશ્વરી પીતામ્બરદાસ ક્રિપાલદાસ પરિવારના જીતુભાઈ તથા વિપુલભાઈ તરફથી આપવામાં આવેલ.કાંકરેજ ધારાસભ્ય અમરત ઠાકોર,બનાસ બેંક પાલનપુરના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,એ.પી. એમ.સી. થરાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પૂરણસિંહ વાઘેલા,થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ વિનોદજી ઠાકોર,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ,હીરાભાઈ જોષી,વદનસિંહ વાઘેલા, મોહ્યુદીન મોરવાડીયા,કોંગ્રેસ સમિતિ કાંકરેજ તાલુકા યુથ ઉપપ્રમુખ રમેશકુમાર ઠાકોર કનુભાઈ ઠક્કર,આર.બી.ઠક્કર, ડી.આઈ.ઠક્કર સહીત પધારનાર દરેક મહેમાનોનું વિજયભાઈ ટેસ્ટી,નિરંજનભાઈ ઠક્કર,રાજુ લાટી,ઉમેશભાઈ પ્રજાપતિ,કનક ખત્રી સહીત દરેક આયોજકોએ શ્રીગોગા મહારાજની છબીઆપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦