
તા.
૦૨.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:“વિશ્વ આદિવાસી દિન” અનુસંધાનમાં શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ દ્વારા માનગઢના ઐતિહાસિક ધામનું પ્રવાસનું આયોજન
“વિશ્વ આદિવાસી દિન” અનુસંધાનમાં શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ દ્વારા માનગઢના ઐતિહાસિક ધામનું પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિધાર્થીઓએ ત્યાની પાશ્વભૂમિકા, ત્યાનું ઐતિહાસિક મહત્ત્વ, શ્રી ગોવિંદ ગુરુનું જીવન ચરિત્ર, શ્રી ગુરુ ગોવિંદ ના ભક્તિ આંદોલન, માનગઢ હત્યાકાંડ વગેરે વિષયક માહિતી મેળવવામાં આવી. ત્યારબાદ NSS ના સ્વયં સેવકો દ્વારા માનગઢ ધામની આજુબાજુ રહેલ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી. ત્યારબાદ વિધાર્થીઓએ ત્યાં સમુહ ભોજન કરીયું. અને સમૂહ ભોજનમાં પણ પોતાના ઘરેથી બનાવીને લાવેલા દેશી ભોજન (ભાણું) સમૂહ ભોજન કરવામાં આવ્યું. આ પ્રવાસ કાર્યક્રમની અંદર કૉલેજના આચાર્યશ્રી ડૉ. રાજુભાઇ કે. ભૂરીયા સાહેબ, NSS ના કૉ-ઓર્ડિનેટર પ્રા.નયનકુમાર મુનિયા, તેમજ કૉલેજના સ્ટાફગણ હાજર રહ્યા હતા




