Jetpur: જેતપુરમાં કુંડીબાઈ નેભનદસ હરગુણના સહયોગથી સિંધી બ્રહ્મક્ષત્રિય નવયુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ
તા.૧૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: જેતપુરમાં કુંદીબાઈ નેભનદસ હરગુણના સહયોગથી સિંધી બ્રહ્મક્ષત્રિય નવયુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ યુવાનો વડીલો સહિત 60 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું.
જેતપુર શહેરમાં સ્વ. કુંદીબાઈ નેભનદસ હરગુણ ના સહયોગ થી સિંધી બ્રહ્મ ક્ષત્રિય નવ યુવક મંડળ દ્વારા લોકોને ઉપયોગી એવા સેવા કાર્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન શહેરના બુમિયા શેરી સિંધી બ્રહ્મક્ષત્રિય સમાજ ની વાડી ખાતે કરવામાં આવ્યું હતું, આ કેપમાં મહિલાઓ યુવાનો અને વડીલો સહિત કુલ 60 જેટલા લોકો બ્લડ ડોનેટ કરવામાં સહભાગી થયા હતા, આ રક્તદાન કેમ્પમને સફળ બનાવવા સિંધી બ્રહ્મ ક્ષત્રિય નવયુવક મંડળ ના યુવાનો વડીલો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, આ સિંધી બ્રહ્મક્ષત્રિય નવયુવક મંડળ દ્વારા આવા અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.