ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર ખાતે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર શિનોર,શ્રી નારાયણેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી યોગીરાજ અવધૂત ,શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિના શુભ આર્શીવાદ તથા શ્રી સંતરામ મંદિર નડિયાદ ના મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની અસીમ કૃપાથી વડોદરા જિલ્લા ના શિનોર મુકામે નર્મદા નદીના કિનારે શ્રી નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી નર્મદા પૂજન,નવચંડી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાયા હતા.આ દરમિયાન નર્મદાજીને દુધાઅભિષેક,કન્યા ભોજન જમાડવામાં આવ્યું હતું,આ ઉપરાત નર્મદાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી,આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં,અને નર્મદા માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.