GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના શેરગઢના કૃષ્ણનગર ખાતે શ્રી નિલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રંગેચંગે સમાપન

કેશોદ તાલુકાના શેરગઢના કૃષ્ણનગર ખાતે શ્રી નિલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રંગેચંગે સમાપન

કેશોદ ના શેરગઢ ના કૃષ્ણનગર માં ગામ સમસ્ત શ્રી નિલકંઠ મહાદેવ શિવાલય માં નિલકંઠ મહાદેવ નો ગ્રામ જનો દ્વારા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ નું ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચ કુંડી યજ્ઞ મહા પ્રસાદ બટુક ભોજન અને ધુન ભજન કિર્તન સાથે છેલ્લા દિવસે રાત્રી ના અમરાપુર ગામનું ખ્યાતનામ રામા મંડળનું ધાર્મિક આખ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ તથા આજુબાજુના ભક્તજનો ની ભારે મેદની ઉપસ્થિત રહી આખી રાત કાર્યક્રમને માણ્યો હતો કાર્યક્રમ ને સફળ બનાવવા ગામના તમામ સમાજના આગેવાનો તેમજ યુવકો નો સહયોગ પ્રાપ્ત થયો હોવાની ગામ ની શેરી ઓ જામે કે ધર્મમય વાતાવરણ અને નિલકંઠ મહાદેવ ના હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!