GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD હળવદની સરા ચોકડી નજીકથી પાર્ક કરેલું મોટરસાયકલ ચોરાયું: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

HALVAD હળવદની સરા ચોકડી નજીકથી પાર્ક કરેલું મોટરસાયકલ ચોરાયું: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

હળવદ શહેરના સરા ચોકડી નજીક આવેલી આઈસ ગોલાની લારી પાસે પાર્ક કરેલું હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાહન માલિકે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, હળવદના કેનાલ રોડ પર રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા ચિરાગભાઈ હસમુખભાઈ કૈલા (ઉં.વ. ૩૨) ના પિતા હસમુખભાઈ પોતાનું કાળા રંગનું હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજિસ્ટ્રેશન નંબર: GJ-36-J 7282, વર્ષ ૨૦૧૮નું મોડલ, આશરે કિંમત રૂ. ૧૫,૦૦૦/-) લઈને સરા ચોકડી નજીક આવેલી ‘શીતલ આઇસ ગોલા’ની લારી પાસે ગયા હતા. ત્યાં તેમણે ચાવી સાથે મોટરસાયકલ પાર્ક કર્યું હતું.

દરમિયાન, કોઈ અજાણ્યો ચોર ઇસમ નજર ચૂકવીને ચાવી સાથે પાર્ક કરેલું મોટરસાયકલ ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ મામલે ચિરાગભાઈ કૈલાએ અજાણ્યા ચોર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!