GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કતલખાને ધકેલાતા પાડાને બજરંગ દળ અને ગૌરક્ષકોએ બચાવ્યો, ૨ આરોપી ઝડપાયા

 

MORBI:મોરબી કતલખાને ધકેલાતા પાડાને બજરંગ દળ અને ગૌરક્ષકોએ બચાવ્યો, ૨ આરોપી ઝડપાયા

 

 

મોરબીમાં ગૌરક્ષકો અને પોલીસની સતર્કતાથી કતલખાને લઈ જવાતા એક જીવને બચાવી લેવામાં આવ્યો છે. સાથે જ બે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ‘વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ’ (મોરબી), ‘અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ’ (દિલ્હી/ગુજરાત) અને ‘હિન્દુ યુવા વાહિની ગૌરક્ષા’ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવ્યા અનુસાર, અણીયારી-જેતપુર થઈને એક સીએનજી રિક્ષા (નંબર: GJ.36 W 0655) માં ૧ જીવ (પાડો)ને કતલ કરવાના ઈરાદે મોરબીના શક્તિ ચોક (ખાટી વાસ) તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.

ચોક્કસ હકીકત મળતા જ ગૌરક્ષકોની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન બાતમી મુજબની સીએનજી રિક્ષા ટીમલી પાસેથી પસાર થતા જ ગૌરક્ષકોએ તેનો પીછો કર્યો હતો અને પોલીસ ટીમ સહયોગથી રિક્ષાને રોકાવી હતી.રિક્ષાની તપાસ કરતા તેમાં ૧ પાડો ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. વાહનચાલકની પૂછપરછ કરતા તેણે આ જીવને મોરબી શક્તિ ચોકમાં ઉતારવાનો હોવાનું અને કતલખાને લઈ જવાતો હોવાનું સ્વીકાર્યું હતું. આ પરિવહન માટે તેમની પાસે કોઈ પણ પ્રકારની પાસ-પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું.આ મામલે ગૌરક્ષકો અને પોલીસે ૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમજ સીએનજી રિક્ષા કબજે કરી જીવને મુક્ત કરાવ્યો હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં જોડાયેલી ટીમો:વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ (મોરબી)અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી / ગુજરાત રાજ્ય)હિન્દુ યુવા વાહિની કચ્છ ગૌરક્ષક ટીમ અને મોરબી પોલીસ

Back to top button
error: Content is protected !!