BANASKANTHAGUJARAT

શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બારપરગણા) સુરતના નવીન કારોબારીની નિમણુંક કરાઈ..

શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બારપરગણા) સુરતના નવીન કારોબારીની નિમણુંક કરાઈ..

શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બારપરગણા) સુરતના નવીન કારોબારીની નિમણુંક કરાઈ..

સુરતની પાવન ધરા ઉપર વર્ષો પહેલા ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા ના ભાઈઓએ ધંધાર્થે વસવાટ કર્યો હતો.ધંધાની સાથે સાથે બાળકોના ભવિષ્ય અને ઘડતરની ચિંતા કરી પ્રજાપતિના ભાઈઓ સાથે મળી શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બાર પરગણા) મંડળની રચના કરી અનેક સેવાકીય કાર્યોની શરૂઆત કરી.મંડળની રચના કરી બાળકોને તથા પ્રજાપતિ સમાજને એક સમિયાણાં નીચે છેલ્લા ૧૪ વર્ષ થી એકત્રિત કરી ઈનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ જેવા અનેક આયોજન કરવા લાગ્યા. મંડળની કારોબારીને ત્રણ વર્ષ પૂર્ણ થતા દાનવીર દાતાઓ અને મંડળના પ્રમુખ પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ રવેલ, પૂર્વપ્રમુખ પ્રજાપતિ લીલાભાઈ ધુડાભાઈ ભૂતિયાવાસણાની અધ્યક્ષતામાં તા.૦૩/૦૮/૨૦૨૫ ને રવિવારના રોજ ધ્રુવતારક સોસાયટી,નારાયણ વાડી કતારગામ ખાતે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ માં સ્નેહમિલનનો હિસાબ રજૂ કરી સમાજ બંધુઓની ઉપસ્થિતિમા અનેક ચર્ચા -વિચારણાઓને અંતે નવીન કારોબારીની નિમણુંક કરાઈ જેમાં પ્રમુખમનસુખભાઈ ધનાભાઈ- કોલીવાડા,ઉપપ્રમુખ ભરતભાઈ ચીમનભાઈ રાધનપુર,શિવાભાઈ ધુડાભાઈ-ભુતીયાવાસણા, મંત્રી દિનેશભાઈ જગમાલભાઈ, ખજાનચી કનુભાઈ ચંદુભાઈ, ઓડિટર હરગોવનભાઈ ભગવાનભાઈ ભીલોટ,સહમંત્રી ભરતભાઈ વીરચંદભાઈ, સલાહકાર સમિતિમાં ભીમજીભાઈ પ્રજાપતિ, લીલાભાઈ પ્રજાપતિ,કોર કમિટી માં અમરતભાઈ તેજાભાઈ (AT),અરવિંદભાઈ નાનજીભાઈ, ધર્મેશભાઈ મનુભાઈ,સુનિલભાઈ ચંપકભાઈ,રોહિતભાઈ ભીમજીભાઈ, મિતેશભાઈ કાનજીભાઈની સર્વ સંમતિથી નિમણૂક કરાઈ હતી તેમ મનસુખભાઈ એ જણાવ્યું હતું. નવીન કારોબારીની વરણી થતા સભામંડપ તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો હતો.નવીન પ્રમુખને બંને પૂર્વ પ્રમુખો સહીત સમાજના વડીલોએ ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!