GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલના વિદ્યાર્થી બેલીમ સુલતાન અંડર ૧૭ ટેકવોન્ડો સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો.

 

તારીખ ૦૯/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા  વિદ્યાર્થી બેલીમ સુલતાનખા સકીલખા શ્રીમતી.વી. એમ.ઇ.મી.શાળા હાલોલ  ખાતે ૮ મી ઓગસ્ટના રોજ  SGFI (સ્કૂલ્સ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી પંચમહાલ સંચાલિત શાળાકીય રમતોની સ્પર્ધામાં અંડર ૧૭ ટેકવોન્ડો સ્પર્ધામાં  પંચમહાલ જિલ્લામાં  દ્વિતીય ક્રમે વિજેતા થઈ શાળાનું ગૌરવ વધારે છે જે બદલ  શાળા પરિવાર તેમને અભિનંદન પાઠવે છે.

Back to top button
error: Content is protected !!