નસવાડીના પાલા વિશ્વનાથ મંદિર ખાતે મુનિ મહારાજના પાંચ હજારથી વધુ અનુયાયીઓ ભેગા થઈ નિજાનંદ મહારાજ વિરૂદ્ધ મામલતદારને આવેદનપત્ર અપાયું.

નસવાડી તાલુકાના પાલા ગામે ભગવાન રણછોડરાય અને ગુરૂ વિશ્વનાથ મહારાજનું પૌરાણીક મંદિર આવેલું છે. પાલા ગામના ભગવાન રણછોડરાય અને ગુરૂ વિશ્વનાથ મહારાજના મંદિર મા પ્રવેશ આપવાના નિયમો મંદિર ના મુનિ મહારાજ બનાવ્યા હોય નસવાડી મા પાલા મંદિર ના નિયમો પાળનારા હજારો અનુયાયીઓ મુનિ મહારાજ ના સમર્થન મા પાંચ હજાર થી વધુ મોટી સંખ્યા માં જોડાયા હતા અને નીજાનંદ હાય હાય ના સૂત્રોચાર સાથે એક કિલોમીટરની ની રેલી કાઢી હતી.અને સેવાસદન પહોંચી નિજાનંદ મહારાજ વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું નસવાડી તાલુકાના પાલા મંદિરમાં શ્રમદાન કર્યા સિવાય પ્રવેશ મળતો નથી. આ મંદિરમાં અઢી દિવસની સેવા આપનાર ભક્તોને જ પ્રવેશ આપવામાં આવે છે.જેના વિરૂદ્ધ નિજાનંદ મહારાજે સાત ઓક્ટોબર ના રોજ સભા યોજીને પાલા મંદિર ના મુનિ મહારાજ વિરૃદ્ધ આવેદનપત્ર આપ્યું હતુ જેમાં શ્રમદાન તેમજ અન્ય નિયમો હટાવી મંદિર દર્શન માટે ખુલ્લું મુકવા માગ કરાઈ હતી એકજ મંદિર ના બે ભક્તો સંતો આમને સામને આવ્યા છે શ્રદ્ધા અને નિયમો વચ્ચે હાલ ટકરાવ ઉભો થયો છે જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભક્તો પણ દર્શન માટે આવે છે.હાલ મુની મહારાજ ના અપમાન થી ભક્તો માં રોષ જોવા મળ્યો હતો.




