AHAVADANGGUJARAT

ડાંગ: આહવાના ઘોઘલી ગામે રવિવારે સિદ્ધ ધૂંધલીનાથ મહાદેવ મેળાનું ભવ્ય આયોજન કરાયું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી ગામે આવેલ પૌરાણિક સિદ્ધ ધૂંધલીનાથ મહાદેવ મંદિર ખાતે રવિવાર, 12 જુલાઈ 2026ના રોજ પરંપરાગત ધૂંધલીનાથ મહાદેવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘોઘલી ગામે આવેલ સિદ્ધ ધૂંધલીનાથ મહાદેવનું શિવલિંગ પ્રાચીન અને સ્વયંભૂ શિવલિંગ તરીકે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. વર્ષ 1974માં બ્રહ્મલીન પૂજ્ય સંતશ્રી સાનેદાદાએ પ્રાપ્ત થયેલી દિવ્ય પ્રેરણા બાદથી દર વર્ષે આ પવિત્ર સ્થળે વિશેષ પૂજ્ય છોટેદાદા ના સાનિધ્યમાં મહાપૂજન તથા મેળાનું આયોજન કરવામાં આવે છે. મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગે ડાંગ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

Back to top button
error: Content is protected !!