MORBI:મોરબી ધી વી.સી. ટેકનીકલ હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ સાયન્સમાં બાયોલોજી વિષયના શિક્ષક છેલ્લા ૩ (ત્રણ) મહિનાથી ન હોવાથી કલેકટરને રજૂઆત
MORBI:મોરબી ધી વી.સી. ટેકનીકલ હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ સાયન્સમાં બાયોલોજી વિષયના શિક્ષક છેલ્લા ૩ (ત્રણ) મહિનાથી ન હોવાથી કલેકટરને રજૂઆત
ધી વી.સી. ટેકનીકલ હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ સાયન્સમાં બાયોલોજી વિષયના શિક્ષક છેલ્લા ૩ (ત્રણ) મહિનાથી ન હોવાથી વિદ્યાર્થીઓને થતુ નુકશાન બાબતે.સામાજિક કાર્ય કરે મહેશભાઈ કે મકવાણએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી
મોરબી જીલ્લા, મોરબી જીલ્લામાં આવેલ ઘી વી.સી. ટેકનીકલ હાઈસ્કૂલની અંદર ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના ભણતરમાં ચેડા કરવામાં આવી રહ્યા છે. બાળકો ભણે તો ભારત આગળ વધે તેવું સૂત્ર આપણા પ્રધાનમંત્રી આપી રહ્યા છે જેથી આપ સાહેબને ધ્યાને દોરવાનું કારણ કે જો મુખ્ય વિષયના શિક્ષક ન હોય તો બાળક કેવીરીતે ભણી શકે, ધોરણ-૧૨ સાયન્સનું વાર્ષિક પરિક્ષાની તારીખો પણ આવી ચુકેલ છે. અને છેલ્લા ત્રણ મહીનાથી બાયોલોજી વિષયના શિક્ષક જ નથી જેથી સ્કૂલમાં ૧૨ સાયન્સના કલાસમાં જિલ્લા કલેકટર સાહેબ આપ વિદ્યાર્થીઓની ઓચીંતી વિઝીટ કરી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી અને ઉચીત અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને બાયોલોજી મુખ્ય વિષય આગળ જતા નીટની પરીક્ષામાં પણ ૫૦ ટકા બાયોલોજી મુખ્ય વિષય હોય છે જેના શિક્ષક જ નથી તે મોટી બેદરકારી જણાઇ રહી છે. તેથી કલેકટરને અપીલ છે કે તાત્કાલીક ધોરણે આપ સાહેબ સ્કૂલની વિઝીટ કરી અને ધોરણ-૧૨ સાયન્સનો કલાસ જે સવારની પાળીમાં હોય છે તેની વિઝીટ કરી અને યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલીક ધોરણે શિક્ષક ની ભરતી થાય અથવા તો પ્રવાસી શિક્ષકની નિમણુંક થાય જેથી કોર્ષ પુરો થઇ શકે. જેની જવાબદારી સ્કૂલ આપે અને છોકરાઓનું ભણતર અને ભવિષ્ય ન બગડે તે માટે આપ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત