DAHODGUJARAT

વિદ્યાર્થી વિજ્ઞાન મંથન દ્વારા રાજ્યકક્ષાનો સાયન્સ કેમ્પ યોજાયો

તા.૧૬.૧૨.૨૦૨૪વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:વિદ્યાર્થી વિજ્ઞાન મંથન દ્વારા રાજ્યકક્ષાનો સાયન્સ કેમ્પ યોજાયો

ગુજરાતમાં વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ધોરણ છ થી ૧૧ ના વિદ્યાર્થી માટે ટેલેન્ટ સર્ચ ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવે છે જેમાં ૪૦૦૦ વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપી હતી જેમાં વિવિધ જિલ્લાઓમાંથી ૧૩૨ વિદ્યાર્થીઓની મેરીટ ના આધારે પસંદગી કરવામાં આવી હતી જેમનો સ્ટેટ લેવલ નો કેમ્પ એમ એમ વસા હાઈસ્કૂલ કોબા, ગાંધીનગર ખાતે તારીખ.૧૫.૧૨.૨૦૨૪ ના રોજ યોજવામાં આવ્યો હતો જેના ઉદ્ઘાટન સમારોહમાં પ્રોફેસર માધવ પાઠક આઈ આઈ ટી ગાંધીનગર, હાર્દિક નારીયા આઈસીટી અધિકારી ગાંધીનગર અને ડો પારસ ઉચાટ આઈ આઈ ટી ઇ ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમાપન સમારોહમાં ડો નીરજ સિંહ જી બી આર ટી સી અને ઓબ્ઝર્વર ગણિતશાસ્ત્રી  હિતેશ જૈન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વાલી સાથે વાર્તાલાપ કર્યો હતો આ કેમ્પમાં વિદ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર ,જીવ વિજ્ઞાન ,ગણિત જેવી પ્રાયોગિક કસોટીઓ ઉપરાંત અન્ય આઉટબોક્સ ની કસોટી માંથી પસાર થવું પડે છે .આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. જેમાં ધોરણ છ થી ૧૧ ના દરેક ધોરણમાંથી ત્રણ વિદ્યાર્થીઓને પસંદગી કરવામાં આવે છે. જેમાં તેમને ટ્રોફી સર્ટિફિકેટ પ્રથમ ૫૦૦૦₹ દ્વિતીય ૩૦૦૦₹ અને તૃતીય ૨૦૦૦₹ ના ચેક મહેમાન અને રાજ્ય સંયોજક કમલેશ લીમ્બાચીયા ના હસ્તે અર્પણ કરવામાં આવ્યા ૨૫ મૂલ્યાંકનકારોની ટીમ સાથે રાજ્ય આયોજક ટીમમાં કમલેશ લીમ્બાચીયા, પ્રિ મનસુખ નારીયા પંકજ દરજી ,દર્શન મહેતા, ચેતન પટેલ કાર્યક્રમની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો હતો. વિજ્ઞાન ગુર્જરીના પ્રમુખ ડો ચૈતન્ય જોશી અને મંત્રી જીગ્નેશ બોરીસાગર એ સ્ટેટ લેવલ કેમ્પની સફળતા માટે સમગ્ર વિદ્યાર્થી વિજ્ઞાન મંથનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ પસંદગી પામેલ ૧૮ વિદ્યાર્થીઓમાંથી ૧૨ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

Back to top button
error: Content is protected !!