જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સબ સેન્ટર સામલોદ ખાતે તાલીમ પૂર્ણ કરનાર બહેનોને “સ્વસહાય જુથ” (SHG) નિર્માણ માટે માર્ગદર્શન અપાયું.
સમીર પટેલ, ભરૂચ
જેએસએસ દ્વારા વ્યવસાયી તાલીમ પ્રાપ્ત કરેલ બહેનોનાં આર્થિક વિકાસ અને પુરક રોજગારી પ્રાપ્ત કરવાના હેતુથી સબ સેન્ટર સામલોદ ખાતે “પોસ્ટ ટ્રેનીંગ ફોલોઅપ” તરીકે “સ્વસહાય જુથ” નિર્માણ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચનાં લાઈવલીહુડ ડિસ્ટ્રીકટ મેનેજર શ્રી પ્રવિણભાઈ વસાવા, જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં નિયામકશ્રી ઝ્યનુલઆબેદીન સૈયદ તેમજ એન.ટી.પી.સી ઝનોરનાં સીએસઆર એકઝ્યુકિટીવ મીસ.ડોલી ગોંગાલે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં હાજર તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને સ્વસહાય જુથ વિષે માહિતી આપવામાં આવી હતી જેમાં સ્વસહાય જુથની રચના, તેનું મહત્વ તેનાં થકી સ્વરોજગાર પાપ્તી દ્વારા આર્થિક સધ્ધરતા પુરક રોજગારી પ્રાપ્ત કરવી, સરકારશ્રી દ્વારા મળતી સહાયતા નાણાંકીય સધ્ધરતા પ્રાપ્ત કરવા અને તેનાથી ધંધાના વિકાસની પ્રક્રિયા સમજાવી હતી. સ્વસહાય જુથ બનાવવા સભ્ય પસંદગી તેનાં હેતુ, અધિકાર, જવાબદારીઓ કૌશલ્ય વિકાસ અને તેનાં વિવિધ પરિબળો વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્વસહાય જુથમાં કામગીરીથી સફળતા પ્રાપ્ત કરેલ બહેનોની વિગતો રજુ કરવામાં આવી હતી. આવા જુથો થકી ભવિષ્યને ઉજવળ બનાવવાનાં ધ્યેય સાથે તેમાં જોડાવા સૌને હાકલ કરી હતી અંતે ઉજવળ કારકિર્દીની અભિલાષા સાથે NTPCનાં ડોલીબેન ગોંગાલે સૌનો આભાર વ્યક્ત કરી પૂર્ણાહૂતી કરવામાં આવી હતી.