ANANDGUJARATUMRETH

ઠાસરાના મોટા કોતરિયામાં દારૂનો વેપલો કરનાર બે ઇસમોને એસ.એમ.સી એ રંગેહાથ દબોચ્યા:લોકલ પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ.?

તસ્વીર: કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ : ઠાસરા(ખેડા)

થોડા દિવસ અગાઉ નડિયાદમાં એસએમસીએ દરોડા પાડી દારુ ઝડપ્યા બાદ ગાંધીનગર એસએમસીએ ઠાસરાના મોટા કોતરિયામાં દરોડા પાડી દારુનું વેચાણ કરનાર અને ખરીદનાર બંનેને ઝડપી પાડયા હતા. બાદ ધાબા પર સંતાડેલ અન્ય દારુનો જથ્થો પણ ઝડપી પાડી આ મામલે દારુ વેચનાર, ખરીદનાર, મુખ્ય બુટલેગર, દારુ પહોંચાડનાર અને ધાબુ ભાડેથી આપનાર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે ઠાસરાના મોટા કોતરિયામાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો રાઠોડ દારુનું વેચાણ કરે છે. જે આધારે ટીમે દરોડા પાડ્યા હતા. દરમિયાન બે ઈસમોને દારુની લે વેચ કરતાં ઝડપી પાડયા હતા. બંને ઈસમો નિકુલ રાઠોડ (રહે.મોટા કોતરિયા) અને ખરીદનાર ગિરીશ સોલંકી (રહે.આગરવા)ની અટક કરી વધુ પુછતાછ કરી હતી.
જે દરમિયાન નિકુલે જણાવ્યું હતું કે તેનો ભાઈ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો તથા પોતે છેલ્લા બે વર્ષથી દારુનો વેચાણનો ધંધો કરીએ છીએ. બાકીનો દારુનો જથ્થો તેમના કાકા અરવિંદભાઈ રાઠોડના ધાબા પર હોવાનું જણાવતા એસએમસી સ્થળ પર પહોંચી હતી. જો કે ધાબા પર પહોંચવા માટે કોઈ વ્યવસ્થા પણ ન હોય જેથી લાકડાની સીડી મુકી એસએમસી ધાબા પર પહોંચી હતી અને દારુનો જથ્થો ઝડપી પાડયો હતો. નિકુલે જણાવ્યું હતું કે તેની વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે અગાઉ બે કેસો થયેલા છે. તેનો ભાઈ ધર્મેશ દારુનો જથ્થો ઈશ્વર નામના વ્યક્તિ પાસેથી મંગાવે છે. ત્રણ દિવસ પહેલાં જ દારુનો જથ્થો આવ્યો છે. નિકુલ છુટક દારુનું વેચાણ કરે છે. અને જરુર પડ્યે કાકાના ધાબા પરથી દારુનો જથ્થો લઈ આવે છે. અને ધાબુ ભાડે રાખી કાકાને પાંચ હજાર રુપિયા મહિને ચૂકવે છે. આમ,પોલીસે નિકુલ રાઠોડ, દારુ ખરીદનાર ગ્રાહક ગિરીશ, બુટલેગર ધમો રાઠોડ, બલેવીયાનો બુટલેગર ઈશ્વર, ધાબુ ભાડે આપનાર અરવિંદ રાઠોડ વિરુદ્ધ પ્રોહીબીશન ધારા મુજબ ગુનો નોંધી ૯૬૩ બોટલ દારુ (કિંમત રુ.૧.૦૯ લાખ) સહિત રુ. ૧.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Back to top button
error: Content is protected !!