SMC દ્વારા દેલોલ જાખરીપુરા રોડ પાસેથી નબર પ્લેટ વગરની બે કારમાંથી સાત લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

તારીખ ૧૯/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
બે વાહનો ચાર મોબાઈલ સાથે રૂ 22.76 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ની અટકાયત કરી ચાર વોન્ટેડ.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પીએસઆઇ જે એચ સિસોદિયા સાથે કાલોલ તાલુકામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને ચોક્કસ માહિતી મળેલ કે દેલોલ ઝાંખરીપુરા રોડ દેલોલ મસ્જિદ ફળિયુ પાસે બે કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવે છે જે કાલોલ તાલુકાના ગોકળપુરા ગામે રહેતા લિસ્ટેડ બુટલેગર સુરેશ ઉર્ફે જાડો ને ત્યાં ઉતારવાના છે . જે આધારે તપાસ કરતા નબર પ્લેટ વગરની ક્રેટા અને મહિન્દ્રા એસ્યુવી કારમાં દારૂ બિયરના ખાખી પોતાના બોક્સ મળી આવ્યા હતા કાલોલ પોલીસ મથકે બંને વાહનો લાવીને મુદ્દામાલની ગણતરી કરતા જુદી જુદી બ્રાન્ડના ટીન અને ક્વાટર ની પેટીઓ મા 3782 બોટલ મૂલ્ય રૂ:- 7,56, 400 /- વાહનો :- 02 જે પૈકી રૂ -10,00,000/- ક્રેટા કાર તથા મહિન્દ્રા XUV 500 કિંમત રૂ:-05,00,000 તથા પકડાયેલ શખ્સો પાસેથી મળેલા મોબાઈલ :- 04 કિંમત રૂ:-20,000/- કુલ મળીને કુલ મુદ્દામાલ રૂ:-22,76,400/- સાથે ત્રણ ઇસમો ને ઝડપી પાડ્યા હતા જ્યારે ચાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.







