અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગડાદર નજીક SMC ત્રાટકી, ટીંટોઈ પોલિસને ગંધ પણ ના આવી – 5 લાખના શરાબ સાથે એક દબોચ્યો
અરવલ્લી : માર્ગો પરથી દારૂની હેરાફેરી વધતાં SMC ત્રાટકી ,ગડાદર નજીક કારમાંથી 5 લાખના શરાબ સાથે એક દબોચ્યો
*જીલ્લાની આંતરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે બુટલેગરો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા છે*
*રાજસ્થાનના મેવાડાના બુટલેગર રામા ઠાકોર અને કેતન યાદવની દારૂની લાઇનનો પર્દાફાશ કરતી SMC
*SMCની રેડ પછી પોલીસતંત્રમાં હડકંપ,આંતરરાજ્ય સરહદો પર LCB,SOG અને સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ વધાર્યું*
*કાર ચાલક ખેપિયો દિનેશ અસારી ટ્રાવેલ્સના ડ્રાઈવિંગ કરતા દારૂની ખેપમાં ડબલ રૂપિયા મળતાં દારૂની ખેપ મારવા લાગ્યો*
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના આગમન પછી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં પોલીસ મહદઅંશે સફળ રહી છે છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનના ત્રણ-ચાર લિસ્ટેડ બુટલેગરના સાથીઓ દારૂની લાઇન ચલાવતા હોવાની ચર્ચાના દોર વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલને રાજસ્થાન મેવાડાના રામા ઠાકોર અને કેતન યાદવ દારૂની લાઇન ચલાવતો હોવાની બાતમી મળતા છેલ્લા કેટલાક દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલના આંટાફેરા વધી ગયા હતા સ્ટેટ મોનેટરિંગ સેલે બાતમીના આધારે ટીંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગડાદર નજીક વેગનઆર કારમાંથી 5 લાખના દારૂ સાથે ખેપિયાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને રાજસ્થાનથી ઉદેપુર-અમદાવાદ સહિત અંતરિયાળ માર્ગો પરથી દારૂની લાઈન ચાલતી હોવાની બાતમી મળતા શનિવારે નેશનલ હાઇવે પર ધામા નાખ્યા હતા રાત્રીના સુમારે વેગનઆર કારમાં દારૂની ખેપ થઈ રહી હોવાની બાતમી મળતા સુનોખ ગામ નજીક ગડાદર બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમી આધારીત કાર આવતા અટકવાવાનો પ્રયત્ન કરતા બૂટલેગરે કારનો યુ ટર્ન લઇ રેલવે ટ્રેક રોડ પર દોડાવી મુકતા SMCએ કારનો પીછો કરતા આગળ ટ્રાફિક હોવાથી કાર અટકી જતા કારને કોર્ડન કરી કાર ચાલક ખેપિયા દિનેશ હાજારામ અસારી (રહે,બરના-ઉદેપુર,રાજ)ને દબોચી લઇ કાર માંથી વિદેશી દારૂની બોટલ-બિયર ટીન-1378 કીં.રૂ.500760/- તેમજ કાર,મોબાઈલ અને રોકડ મળી કુલ.રૂ. 10.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારુની લાઇન ચલાવનાર રાજસ્થાનના રામા ઠાકોર અને કેતન યાદવ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધારી હતી રાજસ્થાની બુટલેગર રામા ઠાકોર અને કેતન યાદવ પોલીસની આંખોમાં ધૂળ નાખવા વેગનઆર કાર સહિત અન્ય વાહનોની નંબર પ્લેટ બદલી દારૂની લાઇન ચલાવતા હોવાનો પર્દાફાશ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે