AHAVADANGGUJARAT

વઘઈ નગરમાં બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી ટાટા એલપી ટ્રકમાંથી તસ્કરો બેટરી ચોરી કરી ફરાર થઈ ગયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઈ નગરનાં ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે સંકળાયેલા મેહુલભાઈ સોહલા જેમણે ગત.13 તારીખનાં રોજ પોતાની માલિકીની ટાટા એલપી ટ્રક નંબર જીજે-05-એવી 7085 ને વઘઈ બસ સ્ટેન્ડની સામે આવેલા મુખ્ય માર્ગની બાજુમાં પાર્ક કરી હતી.જે દરમ્યાન મધ્ય રાત્રીનાં સુમારે કેટલાક બેટરી ચોર તસ્કરો ત્રાટક્યા હતા.અને ટ્રકનાં વાયરો કાપીને એલ.પી ટ્રક ની બેટરી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.જયારે સવારના સુમારે ટ્રકનાં માલિક મેહુલભાઈ સોહલા ટ્રકની સાફ-સફાઈ કરતા હતા.ત્યારે તેમને બેટરીઓ ચોરાઈ હોવાની જાણ થતા આ અંગે તેઓએ વઘઈ પોલીસ મથકે આવીને લેખિત ફરિયાદ આપીને આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગ સઘન કરી બેટરી ચોર તસ્કરોને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવાની માંગણી કરી હતી..

Back to top button
error: Content is protected !!