GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે 36 પરગણા રોહિત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

 

તારીખ ૧૯/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર મુકામે ૩૬ પરગણા રોહિત સમાજનો વિશાળ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો. જ્યાં કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરી આપણા કુલ ગુરુ રોહિદાસ મહારાજને તથા આપણા મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરવામાં આવેલ. સંત શ્રી રોહીદાસનું લોકપ્રિય ભજન પ્રભુજી તુમ હમ ચંદન હમ પાની..રજૂ કર્યા બાદ સ્વાગત પ્રવચન ૩૬ પરગણા ના પ્રમુખ શ્રીકૃષ્ણકાંત પરમાર વેજલપુર કર્યું હતું. તથા ૩૬ પરગણા નું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવવા તથા સમાજ ભવન બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો જેને સૌવે સહર્ષ સ્વીકારી તે દિશામાં કામગીરી કરવા કટિબદ્ધ બનવા તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ ૩૬ પરગણાના કમિટીના હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ૩૬ પરગણાના ડો. કિરીટ સમયા એ પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરવા માટે સન્માન કરવામાં આવ્યું હતું. પરગણાના વડીલોને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યા હતા. ૩૬ પરા ગણાના મહામંત્રી જગદીશભાઈ મકવાણા મધવાસે રોહિત સમાજના દસમા બંધારણના વિવિધ મુદ્દાઓની વિશદ્ છણાવટ કરી ૩૬ પરગણા ના તમામ ગામોમાં આ બંધારણનો ચુસ્તપણે અમલ થાય તેવી પ્રતિજ્ઞા લેવડાવી આવી હતી. ૩૬ પરગણા માં શિક્ષણના સુધાર માટે તથા શિક્ષણની અનિવાર્યતા માટે જરૂરી પગલાં ભરવા કિરીટ સમાયાએ ઉદબોદન કર્યું હતું તથા દર વર્ષે દસમા અને બારમા ધોરણના પરિણામ પછી 36 પરગણા નો તેજસ્વી તારલા નો સન્માન સમારોહ યોજવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૩૬ પરગણા ના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકી પીંગળી એ છૂટાછેડા ના પ્રશ્નોની અને પરગણા ના મુજવતા પ્રશ્નોની વિશદ્ છણાવટ કરી હતી.આ પ્રસંગે એડવોકેટ કમલેશભાઈ મકવાણા ખરસાલીયા એ લગ્ન વિચ્છેદની ઘટનાઓમાં કાનૂની સલાહ આપી હતી.સમાજના અન્ય આગેવાનોએ પણ રોહિત સમાજના વિકાસમાં કુરિવાજોની નાબૂદી માટે તથા શિક્ષણ માટે કાર્ય કરવા માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા તથા પરગણામાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમ યોજવા નક્કી કરાયું હતું.કાર્યક્રમનેઅંતે આભાર વિધિ કોયાભાઈ મકવાણા કાનોડે કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ પરમાર વેજલપુર એ કર્યું હતું.આ સ્નેહ મિલન સમારોહને સફળ બનાવવા માટે તન મન ધન થી સાત સહકાર આપનાર વેજલપુર રોહિત પંચનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો સમારંભના અંતે વેજલપુર રોહિત પંચ તરફથી તમામ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તારીખ ૦૧/૦૨/૨૦૨૬ ના રોજ કાલોલ ખાતે રોહીદાસ જન્મ જયંતી ઉજવણી કરવાની હોય તેમાં તમામે ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!