સંતરામપુરમાં નર નારાયણ દેવ યુવક મંડળ મહીસાગર નો સ્નેહમિલન સમારંભ યોજાયો.
” સંતરામપુરમાં નરનારાયણ દેવ યુવક મંડળ મહીસાગરનો સ્નેહ મિલન સમારંભ યોજાયો.”
રિપોર્ટર… અમીન કોઠારી :- મહીસાગર
સંતરામપુર પ્રતાપપુરા ગણેશ મંદિર સામે ડૉ.માળીના ફાર્મહાઉસમાં પ.પૂ.ધ.ધુ. આચાર્ય 1008 શ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ની આજ્ઞા થી પ.પૂ.ધ.ધુ. ભાવી આચાર્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના સાનિધ્યમાં નરનારાયણ દેવ યુવક મંડળ મહીસાગર ( ઝાડીપ્રદેશ ) નો સ્નેહ મિલન સમારોહ આનંદ, ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
આ કાયૅકમ
ની પ્રથમ બેઠકમાં ભાવી આચાર્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજીનું આગમન, તેમના સાનિધ્યમાં પ્રેરક સદગુરુ શાસ્ત્રી ધર્મ સ્વરૂપ દાસજી, વક્તા શાસ્ત્રી ભકિત નંદન દાસજી, વક્તા શાસ્ત્રી શુવ્રત સ્વરૂપ દાસજી દ્વારા યુવકોને ધર્મ, સંસ્કાર, શિસ્ત, સંયમ, કર્તવ્ય, નમ્રતા, સદાચાર, વગેરે બાબતે હ્રદયસ્પર્શ ધમઁજ્ઞાન પિરસ્યું હતું. સમગ્ર સ્નેહ મિલન સમારોહનું સંચાલન શાસ્ત્રી સ્વામી ઉત્તમ ચરણ દાસજીએ કયુઁ હતું. ભાવી આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજે ધર્મઉપદેશ આપી ઉપસ્થિત ભક્તોને શુભ આશિવાઁદ પાઠવ્યા હતા.
આ કાયૅકમ ની યોજાયેલ બીજી બેઠકમાં સત્સંગ અને શિક્ષણ વિષય ઉપર, યુવકોનાં બે ગૃપ બનાવી ડીબેટ યોજાયેલ. યુવકો એ પોતાના સુંદર વીચારો વ્યક્ત કરેલ. ત્યારબાદ સમય અને પૈસા વિષય ઉપર બે ગૃપ બનાવી ડીબેટ યોજાયેલ. તેમાં પણ યુવકો એ રસપ્રદ વિચારો વ્યક્ત કરી સૈને આનંદવિભોર કયાઁ હતા.
ત્યારબાદ વૈધ તુષાર ચૌધરીએ જીવનભર તંદુરસ્ત રહેવા આયુર્વેદના સોનેરી સુત્રોની વિસ્તૃત ચચાઁ કરી સમજ આપી હતી.
મહીસાગર જિલ્લા પોલીસ, જનજાગૃતિ અભિયાન કાયઁક્રમ નું પણ આયોજન સંતરામપુર પોલીસ દ્વારા કરાયેલ જેમાં તારીખ- 01/07/2024. થી અમલમાં આવેલ નવા ફોજદારી કાયદા અંગેની જાણકારી કાયઁક્રમ અંતગઁત સંતરામપુર પોલીસ સ્ટેશન પી.આઈ. ડીંડોરે પોતાના વક્તવ્ય માં વાહન વ્યવહાર એક્સીડેન્ટ બનાવ ન બને તે બાબતે લાયસન્સ, વિમો, હેલ્મેટ અંગે સૌને વિસ્તૃત માહિતી આપી હતી. વાહન બરાબર ચલાવતા ન આવડતું હોય તેને વાહન નજ ચલાવવા ઉપર ભાર મૂક્યો હતો. લુણાવાડા પોલીસ સાઈબર ક્રાઈમ શાખાના ભરત ભાઈ એ સોશિયલ મિડીયા માં થતા ફ્રોઁડ બાબતે વિસમૃત સમજ આપી હતી.અને ઉપસ્થિત યુવકો ની ફ્રોઁડ થી થયેલ તકલીફોના ઉપાય સંતોષ પૂર્વક સમજાવવા પ્રયાસ કયોઁ હતો. સંતશ્રી એ પુષ્પહાર પી.આઈ.શ્રીને પહેરાવી તેઓશ્રીનું બહુમાન કરેલ.
અંતમાં જુદા…જુદા ગામથી આવેલ યુવકો એ સમગ્ર કાયઁક્રમનો પોતાનો પ્રતિભાવ આપેલ. સંતરામપુરના મહેન્દ્ર ભાટિયાએ પણ પોતાની સાહિત્યિક શૈલીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરેલ. ભારતીય પરંપરા મુજબ સૌ ઉભાથઈ રાષ્ટ્ર ગીત ગાઈ નેકાયઁક્રમ સમાપન કરવામાં આવેલ. સંતરામપુર નગરમાં નરનારાયણ દેવ, અમદાવાદ દ્વારા, યુવક મંડળ સ્નેહ સંમેલન સમારોહ ચિરસ્મરણિય સૌએ વણઁવ્યો હતો.