અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા રૂરલ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી SOG એ ભચડીયાગામેં ખેતરમાં પાયોનીયર ઘાસની આડમાં ગાંજાના છોડ નંગ-376,કિંમત-1,34,500/-સાથે એક આરોપી દબોચ્યો
મોડાસા રૂરલ પો.સ્ટે વિસ્તારના ભચડીયાગામની સીમમાં ખેતરમાં પાયોનીયર ઘાસની આડમાં ગાંજાના છોડ નંગ-376 જેનું કુલ વજન-13.450 કિ.ગ્રા જેની કિંમત-1,34,500/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી.પોલીસ
એસ.એમ.આજરા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી. શાખા અરવલ્લી તેમજ સ્ટાફના માણસો સાથે મોડાસા રૂરલ વિસ્તારમાં પ્રંટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઇન્ચાર્જ પો.ઇન્સ એસ.એમ.આજરા.એસ.ઓ.જી.શાખા નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકીકત મળેલ હતી કે, નાના ભચડીયા ગામે તા.મોડાસા જિ.અરવલ્લી મુકામે રહેતો નિકેશકુમાર પ્રતાપસિંહ રાઠોડ નાઓ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં પાયોનીયર ઘાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે લીલાશ પડતા પાંદડી, દાંડી સહીતના માંદકવાસવાળા વનસ્પિત જન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલ છે તેવી હ્યુમન સોર્સીસ ના આધારે મળે બાતમી હકિકત આધારે એફ.એસ.એલ અધિકારી તેમજ વિડીયોગ્રાફર તેમજ ડ્રોન કેમેરામેન સાથે તથા ગેજેટેડ અધિકારી એસ.એસ.માલ પો.ઇ મો.રૂરલ પો.સ્ટે તથા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફ નાઓ ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યા રેઇડ કરતા એફ.એસ.એલ અધિકારીઓએ સદર છોડવાઓમાંથી પોતાની કીટ બોક્ષ વડે પ્રાથમિક પરીક્ષણ કરી જોતા ગાંજાના છોડ હોવાનું જણાઇ આવેલ હોઇ જેથી નાના-મોટા ગાંજાના છોડ નંગ-376 જેનું કુલ વજન 13.450 કિલોગ્રામ જેની કુલ કિ.રૂ.1,34,500/-ના મુદ્દામાલનુ ગેરકાયદેસર રીતે વાવેતર કરી ગુન્હો કરેલ હોઇ જેથી એસ.એસ.માલ પો.ઇ મો.રૂરલ પો.સ્ટે તથા એસ.એમ.આજરા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી. શાખા અરવલ્લી નાઓની રાહબારી હેઠળ તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ તથા પંચો સાથે સદરી નિકેશકુમાર પ્રતાપસિંહ રાઠોડનું પંચો રૂબરૂ અંગઝડતી કરીને ઉપરોકત મુદામાલ સાથે પકડી જઇ મોડાસા રૂલર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં-219/2025 ધી નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફીક સબસ્ટન્સીસ એક્ટ 1985 ની કલમ 20(A) મુજબ ગુન્હો રજીસ્ટર કરી અટકાયત કરવામાં આવેલ છે.સાથે એક આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો છે