GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
SOG પોલીસે છેલ્લા ૬ વર્ષથી કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો
તારીખ ૨૬/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ જે આધારે ગોધરા એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર આર.એ.પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી.વહોનીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફને વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ.જે અન્વયે ગોધરા એસ.ઓ.જી. અ.પો.કો. પંકજકુમાર ખેમરાજભાઈ ને હ્યુમન સોર્સીસ થી મળેલ બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફની એક ટીમ મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના ગલતી ગામ ખાતે જઈ કાલોલ પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રમોદ ઉર્ફે પરમત સુરાભાઇ આમલીયાર રહે.ગલતી ગામ તાલુકા રાણાપુર જીલ્લા ઝાબુઆ મધ્યપ્રદેશ ને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા કાલોલ પોલીસ સ્ટેશનમાં સોંપવામા આવેલ છે.