GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

SOG પોલીસે કાલોલના રતનપુરા ગામે ડીગ્રી વગર દવાખાનુ ચલાવનાર એક પરપ્રાંતિય ઇસમને ઝડપી પાડયો

તારીખ ૨૦/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ પંચમહાલ જીલ્લામાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરી એલોપેથીક દવાઓ આપી જનતાના સ્વાસ્થય સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો અંગે કાયદેસર કરવા સુચના કરેલ જે આધારે આર.એ પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.ગોધરા નાઓએ પો.સબ.ઈન્સ આર.એન.પટેલ તથા પો.સબ.ઇન્સ ડી.જી.વહોનીયા તથા એસ.ઓ.જી.સ્ટાફને આ અંગે જરૂરી સુચના આપેલ.જે આધારે મળેલ બાતમી હકીકત આધારે એસ.ઓ.જી.સ્ટાફના માણસો હેલ્થ ઓફીસરની ટીમને સાથે રાખી કાલોલ તાલુકાના રતનપુરા ગામે નિશાળ ફળીયા માં ડીગ્રી વગર દવાખાનુ ચલાવનાર દેબાસીસ શીતલભાઈ બાલા હાલ ગામ રતનપુરા કાલોલ મુળ રહેવાસી ફુલતલ તાલુકા હાબડા જી.નોર્થ ચોવીસ પરગણા પશ્ચિમ બંગાળ ને કુલ કિંમત રૂા.૧,૩૮,૦૧૮/- ની એલોપેથીક દવાઓ તથા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટસના મુદ્દામાલ સાથે પકડી પાડી તેની વિરુધ્ધ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!