GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

SOG પોલીસે વેજલપુર ખાતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરનાર અને ચાઇનીઝ દોરીનો જથ્થો પૂરો પાડનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી.

 

તારીખ ૨૨/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પંચમહાલ જિલ્લામાં આગામી સમયમાં ઉતરાયણના તહેવાર નિમિતે પ્રતિબંધીત ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ તુક્કલનુ વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે ગોધરા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા સ્ટાફની ટીમ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પતંગની દુકાનોના ચેકીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે કાલોલ તાલુકાના વેજલપુર માળી ફળીયામાં આવેલ દુકાન માંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની રીલો નંગ-૦૯ કિ.રૂ.૪,૫૦૦/- ના જથ્થા સાથે વેજલપુર ગામમાંથી દુકાનના માલીક આશીષકુમાર દશરથભાઇ બારીયા પકડી પાડી તેમજ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો જથ્થો પુરો પાડનાર વેજલપુર કાછીયાવાડ ખાતે રહેતા રોશનકુમાર જયદીપસિંહ પરમાર આમ બન્ને ઇસમો વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!