GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
SOG પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને ઠગાઈ ના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.

તારીખ ૦૨/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ જે આધારે એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર આર.એ.પટેલ એ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી. વહોનીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફને જરૂરી સુચના આપેલ.જે અન્વયે ગોધરા એસ.ઓ.જી. પોલીસ ને મળેલ બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશન વિશ્વાસઘાત અને ઠગાઈ ના ગુન્હામાં નાસતા ફરતા કાલોલ તાલુકાના પરૂણા ગામનો આરોપી વિનોદ દલપતભાઇ પરમાર તે કાલોલ તાલુકાના કાશીયાઘોડા ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.






