પશુ સંરક્ષણ અધિનિયમના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને SOG પોલીસે વેજલપુર ગામમાંથી ઝડપી પાડ્યો.

તારીખ ૦૩/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ જે આધારે ગોધરા એસઓજી પોલીસ ઇન્સ્પેકટર આર.એ.પટેલે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી.વહોનીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફને જરૂરી સુચના આપેલ. જે અન્વયે ગોધરા એસ.ઓ.જી. પોલીસ ને મળેલ બાતમી આધારે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૭૦૦૨૨૫૦૧૪૭/૨૦૨૫ પશુઓ પ્રત્યે ક્રુરતા અધિનીયમ ૫,૧૧(૧) (ડી),૧૧(૧)(ઇ),૧૧(૧)(એફ) તથા પ્રાણી સાચવણી સુધારા અધિનીયમની કલમ ૧૦,૮ તથા જી.પી. એક્ટ કલમ ૧૧૯ મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી કાલોલ તાલુકાના વેજલપુર ખાતે રહેતો સદ્દામ ફારૂક ટપ ને વેજલપુર ગામમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.






