GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

SOG પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને કાલોલ ના બોરુ ગામમાંથી ઝડપી પાડ્યો.

 

તારીખ ૦૭/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ જે આધારે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી. વહોનીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફને જરૂરી સુચના આપેલ.જે અન્વયે ગોધરા એસ.ઓ.જી. પોલીસ ને મળેલ બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિ. કલમ ૮(૨),૮(૪) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૨૫ તથા જી.પી. એકટ ૧૧૯ મુજબના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપી કાલોલ તાલુકાના બોરુ ગામના વસીમખાં રસીદખાં બેલીમ ને બોરૂ કસ્બા ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!