CHOTILAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગરના કાઘાંસર ગામે ગાંજાનું વાવેતર કરેલ ખેતર એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધું.

તા.13/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એસઓજી પોલીસને બાદની મળતા મોટા કાંધાસર ગામની સિમમાં આવેલ ગાંજાનું વાવેતર કરેલ ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા હતા લીલો ગાંજાનો જથ્થો જપ્ત કરી એસઓજી પોલીસે વિનાભાઈ બાવળિય નામના ખેડૂતની અટક કરી હતીવખેતરમાંથી ઉત્પાદિત થયેલ 2 કિલો ગાંજાનો જથ્થો પણ જપ્ત કરાયો હતો પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા દ્વારા ગેરકાયદેસર નાર્કોટીકસના પદાર્થ કૈફી ઔષધો,નપ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ ગાંજો,અફીણ,વિગેરેના ગેરકાયદેસર વેપાર,હેરાફેરી, વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ.તેમજ આવા ગેરકાયદેસર વેપાર વેચાણ વહન અંગેના કેસો કરવા તેમજ આવા ગે.કા વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતિને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ જે સુચના અન્વયે સુરેન્દ્રનગર એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજાએ ખાનગી બાતમી મેળવી ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામની વીડવાળી પાટી સીમમાં આરોપી વિનાભાઈ વિઠ્ઠલભાઈ બાવળીયા રહે. મોટા કાંધાસર ગામ જિ.સુ.નગરને પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ જે લીલા ગાંજાના છોડ નંગ-5 જેનો કુલ વજન 1 કિલો 950 ગ્રામ જેની કિ.રૂ.19,500 ના મુદામાલ સાથે પકડી પાડી ચોટીલા પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!