GUJARATKUTCHMANDAVI

કેરા ગામેથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૩ ઓગસ્ટ : પશ્ચિમ કચ્છ ભૂજ એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના કર્મચારીઓ તપાસ મા કાર્યરત હતા,તે દરમ્યાન તા.૦૨/૦૮/૨૦૨૪ના રોજ એસ.ઓ.જી. ના પો.હે.કો. ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી કેરાથી ગજોડ જતાં રોડેથી આરોપી બાબુભાઇ માલશીભાઇ મહેશ્વરી,(ઉ.વ. ૫૦), રહે. હરીનગર, જી.ઇ.બી.પાસે,મુંદરા, જી.ભુજ-કચ્છવાળાને ઝડપી પાડી તેના કબ્જામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો જેનું વજન ૨૧૮ ગ્રામ, કિ.રૂ. ૨૧૮૦/- મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ. ૫૦૦/-,મોટર સાઇકલ નંગ ૦૧, કિ.રૂ.૬૫,૦૦૦/-,રોકડા રૂ.૪૯૭૦/-,કુલ કિં.રૂ. ૭૨,૬૫૦/-નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!