AHAVADANGGUJARAT

દક્ષિણ ડાંગની ગલકુંડ રેંજ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું પ્રારંભ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ દરેક રેંજ કચેરી વિસ્તારમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે જાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.તેવામાં આજરોજ દક્ષિણ ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ.બી.ઓ.પરમાર તથા વનકર્મીઓની ટીમે રેંજ વિસ્તારમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ગલકુંડથી પીપલપાડા મોહપાડા રૂટ  તથા ગલકુંડ થી ઉમરપાડા રૂટ પર બાઈક રેલી, ગલકુંડ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા, ટાંકલીપાડા પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા, લહાનચર્યા પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી સંબંધી પ્રોજેક્ટર ઉપર શોર્ટ ફિલ્મનો કાર્યક્રમ, અંજનકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.ગલકુંડ રેંજનાં આર. એફ.ઓ બી.ઓ.પરમાર દ્વારા રેંજ વિસ્તારમાં વન્યપ્રાણી તથા જંગલોનાં રક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમો હાથ ધરી લોકોને વનો તથા પ્રાણીઓ પ્રત્યે સભાનતા જાળવવાનો સંદેશો પૂરો પાડ્યો હતો..

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!