GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

સોનલમાતાજીનો જન્મોત્સવ

દ્વારકાનાં સુરજકરાડી ખાતે આઈ શ્રી સોનલ માતાજીનાં જન્મોત્સવ-સોનલબીજની ઉજવણી થશે. ‌‌.

જામનગર (ભરત ભોગાયતા)

દર વર્ષ ની જેમ આગામી પોષસુદ બીજને બુધવાર તા.૧/૧/૨૦૨૫ નાં રોજ સોનલ બીજ એટલે કે આઇશ્રી સોનલમાતાજીનો ૧૦૧મો જન્મ દિવસ સુરજકરાડી નાં ઉદ્યોગનગરમાં આવેલ માતાજીનાં મંદિરે ધામધૂમથી ઉજવાશે. સુરજકરાડી શ્રી આવળ માતાજીનાં મંદિરેથી સવારે ૮ વાગે શોભાયાત્રા શુભારંભ થશે. આ શોભાયાત્રામાં કથાકાર શ્રી પરમાબાઈ માતાજી અને મોગલ ધામનાં સેવક ઉપાસક જયામા ખાસ ઉપસ્થિત રહેશે. શ્રી સોનલ માતાજીનાં મંદિરે મહાઆરતી સવારે ૯ કલાકે અને તેજસ્વી વિધાર્થીઓનું સન્માન ઉપરાંત મહાનુભાવોનાં આશિર્વચન. બપોરે સૌ માઈભકતો મહેમાનો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત ધાર્મિક આયોજન શ્રી ઓખામંડળ ચારણ સમાજ દ્વારા કરાયું છે તેમ ઓખામંડળના જાણીતા જાગતા પ્રહરી બુધાભા ભાટીનો રીપોર્ટ જણાવે છે

Back to top button
error: Content is protected !!