CHOTILASURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે સપનાનું ઘર મેળવવાની વધુ એક તક

PM આવાસ યોજના અંતર્ગત જિલ્લાનાં ૧૦ તાલુકામાંથી ૨૫,૫૪૦ નવા લાભાર્થીઓ નોંધાયા

તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

PM આવાસ યોજના અંતર્ગત જિલ્લાનાં ૧૦ તાલુકામાંથી ૨૫,૫૪૦ નવા લાભાર્થીઓ નોંધાયા

કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળી રહે તે હેતુથી આવાસ પ્લસ-૨૦૨૪ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જે અન્વયે સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકનાં માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ જિલ્લાના ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ. વઢવાણ એમ ૧૦ તાલુકાની ૫૨૯ ગ્રામપંચાયતોમાં તા. ૦૮.૦૧.૨૦૨૫ સુધી સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસીય છત્ર પૂરૂ પાડી શકાય એ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં ૨૫,૫૪૦ લાભાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જે પૈકી સૌથી વધુ લીંબડી તાલુકામાં ૮૧૯૩ લાભાર્થીઓનો સર્વે કરાયો છે સૌથી ઓછા ૨૪૯ લાભાર્થી થાનગઢ તાલુકામાં નોંધાયા છે અગાઉ વર્ષ ૨૦૧૮માં આવાસ પ્લસની યાદીનો સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો જે યાદીમાં સમાવેશ કરેલ લાભાર્થીઓને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં લાભ આપવામાં આવ્યો છે ચોટીલા તાલુકામાં ૭૧ ગ્રામ પંચાયતમાં ૨૦૬૨ પરિવાર, ચુડા તાલુકામાં ૩૬ ગ્રામ પંચાયતમાં ૨૦૮૦ પરિવાર, દસાડા તાલુકામાં ૮૮ ગ્રામ પંચાયતમાં ૬૮૯૦ પરિવાર, ધ્રાંગધ્રા તાલુકામાં ૬૪ ગ્રામ પંચાયતમાં ૫૮૧ પરિવાર, લખતર તાલુકામાં ૪૨ ગ્રામ પંચાયતમાં ૧૬૪૫ પરિવાર, લીંબડી તાલુકામાં ૫૧ ગ્રામ પંચાયતમાં ૮૧૯૩ પરિવાર, મુળી તાલુકામાં ૫૩ ગ્રામ પંચાયતમાં ૧૧૯૩ પરિવાર, સાયલા તાલુકામાં ૬૧ ગ્રામ પંચાયતમાં ૨૨૧૩ પરિવાર, થાનગઢ તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયતમાં ૨૪૯ પરિવાર, વઢવાણ તાલુકામાં ૪૦ ગ્રામ પંચાયતમાં ૪૩૪ પરિવાર સહીત કુલ ૨૫,૫૪૦ જેટલા પરિવારોનો સર્વે કરવામાં આવ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા નિયત કરેલ જોગવાઈ અનુસાર, પાત્રતા ધરાવતા એકપણ લાભાર્થી સર્વેક્ષણથી વંચિત ન રહે તે માટે ગ્રામ્યકક્ષાએ તલાટી કમ મંત્રી સહિત તાલુકા કક્ષાના અધિકારી/કર્મચારી જેમ કે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ટેકનિકલ કર્મચારી, તેમજ આઈઆરડી તેમજ તાલુકા પંચાયતના અધિકારી/કર્મચારીને પણ સર્વેક્ષણની કામગીરી સોંપવામાં આવી હતી અપલોડ કરવામાં આવે છે ત્યાર બાદ જે જગ્યાએ રહે છે અને જે જગ્યાએ મકાન બનાવવાનું છે તેનું જીઓ ટેગિંગ કરવામાં આવે છે તમામ વિગતો અપડેટ કરીને માહિતી અપડેટ થયા બાદ અરજદારનું રેકર્ડ અપલોડ કરવામાં આવે છે જે અપલોડ થયેથી જે તે અરજદારનો સર્વે પૂર્ણ થયો ગણાય છે ઉપરોક્ત પદ્ધતિ અનુસાર, ગ્રામ્ય કક્ષાએ અલગ-અલગ ટીમો દ્વારા નવા સર્વે તેમજ અગાઉના અધૂરા આવાસોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ લાયક લાભાર્થી યોજનાથી વંચિત ન રહે. આ સર્વેના કારણે અગાઉ યોજનાથી વંચિત રહી ગયેલા લોકોને પણ પાકું આવાસ મેળવવાની નવી તક મળશે હજુ પણ જિલ્લાનાં કોઈ લાભાર્થી બાકી રહી જતા હોય તો તેવા લાભાર્થીઓ પોતાની ગ્રામપંચાયત કે તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરી પોતાના નામની નોંધણી કરાવી શકે છે.

Back to top button
error: Content is protected !!