DEVBHOOMI DWARKADWARKA
દ્વારકામાં વરસાદ બાદ રોગચાળાના નિયંત્રણ માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરાઇ
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલા વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની તકેદારી લઈને વરસાદ બાદ રોગચાળાના નિયંત્રણની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે.
દ્વારકામાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેમજ વરસાદી વાતવરણમાં રોગચાળો ન ફેલાય તે માટે મચ્છર નિયંત્રણ દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો છે.
ઉપરાંત, વરસાદના કારણે વિસ્તારોમાં જે કચરો જમા થયો હોય, તે કાદવ – કિચડને દૂર કરવા માટે સફાઈ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. રોગચાળો ના ફેલાય તે માટે આગામી દિવસોમાં પણ આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ સ્થાનિક તંત્ર દ્વારા જણાવાયું છે.