GUJARATKUTCHNAKHATRANA

નિરોણા સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલમાં સુરક્ષા સેતુ રથ દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષા જાગૃતિનું વિશેષ માર્ગદર્શન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૪ નવેમ્બર : સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણામાં ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ રથના આગમનને લઈ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ સુરક્ષા પગલા, સાયબર સિક્યોરિટી, માર્ગ સલામતી, ગુનાખોરી, નશાખોરીથી બચવા માટેના ઉપાયો સહિતના મુદ્દાઓને દૃશ્ય-શ્રવ્ય સાધનો દ્વારા સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં SPC કેડેટ્સ પણ જોડાયા હતા, જેઓને SPC કાર્યક્રમની ભૂમિકા, જવાબદારીઓ અને તાલીમ સંબંધિત મુદ્દાઓ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા વિશેષ અને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને નૈતિક જવાબદારી, સ્વ-સુરક્ષા, સમાજ પ્રત્યેનું ભાન તેમજ સંકટ સમયે યોગ્ય નિર્ણય લેવાની માહિતી પણ પોલીસ અધિકારીઓએ સમજાવી હતી. કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પુછીને સુરક્ષા સંદર્ભે વધુ સ્પષ્ટતા મેળવી હતી.આ સમગ્ર આયોજન નિરોણા પોલીસ સ્ટેશન PSI ગોહિલ સાહેબ તેમજ આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. નિરોણા પોલીસ સ્ટેશનના સ્ટાફે કાર્યક્રમના તમામ મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કર્યા, જ્યારે હાઇસ્કૂલના કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાનીએ કાર્યક્રમનું સુગમ સંચાલન અને વ્યવસ્થા સંભાળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.વિદ્યાર્થીઓ, સ્ટાફ અને SPC કેડેટ્સ તરફથી સુરક્ષા સેતુ રથ દ્વારા કરવામાં આવેલ આ જાગૃતિમય પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!