અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન વીક અંતર્ગત વિશિષ્ટ રસીકરણ કાર્યક્રમોનું આયોજન.
બાળકોનું ભવિષ્ય સલામત અને સ્વસ્થ રહે તે માટે દરેક જરૂરી રસી સમયસર આપવી અત્યંત આવશ્યક છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, અરવલ્લી દ્વારા તા. 24 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન વીક અંતર્ગત રસીકરણની વિશેષ ઝુંબેશ યોજવામાં આવશે. આ ખાસ અભિયાનના ભાગરૂપે નીચે મુજબના રસીકરણ કાર્યક્રમો યોજવામાં આવશે
તા.24 એપ્રિલ 2025 – ખિલખિલાટ રસીકરણ વય આધારિત એનાલીસીસના આધારે ઓરી અને અન્ય રસીથી વંચિત તથા છુટી ગયેલા બાળકોનું રસીકરણ “ખિલખિલાટ વાહન” દ્વારા આયોજન કરાશે જેથી એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહે.
તા.26 એપ્રિલ 2025 – મિઝલ્સ અને રૂબેલા (MR) રસી ઝુંબેશ MR Elimination Roadmap 2026 અંતર્ગત 9 મહિના થી 5 વર્ષ વયના એવા બાળકો જેમને મિઝલ્સ અને રૂબેલા રસીના ડોઝ મળ્યા નથી તેમનું સઘન અને અચૂક રસીકરણ ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવશે.
પાંચમો બુધવાર હોવાથી, આ દિવસે મમતા દિવસનું આયોજન કરવામાં આવશે. જેમાં નિયમિત રસીકરણ તેમજ માતા-બાળ આરોગ્ય સેવાઓ આપવામાં આવશે.આમ, અરવલ્લી જીલ્લામાં World Immunization Week અંતર્ગત તમામ લાયક અને છૂટી ગયેલા બાળકો માટે વિશેષ રસીકરણ આયોજન થવાના છે.આ સમગ્ર રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવશે કે દરેક લાયક માતા અને બાળક સુધી આરોગ્ય સેવાઓ પહોંચી શકે અને કોઇ પણ રસી બાકી ન રહે.સહયોગ આપો, એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહે – આવો, સ્વસ્થ અરવલ્લી માટે હાથમાં હાથ મિલાવીએ…..