કાલોલ તાલુકાની સણસોલી ક્લસ્ટર ની કરાના મુવાડા પ્રાથમિક શાળાનો રમતોત્સવનું કાર્યક્રમ યોજાયો.

તારીખ ૨૧/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ખાતે આવેલ કરાના મુવાડા પ્રાથમિક શાળા ની અંદર વિદ્યાર્થીઓને ઉપયોગી વિવિધ પ્રકારના અવનવા કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે.ત્યારે વધુ એક રમતોત્સવ નો કાર્યક્રમ બાળકો અને યુવાધન રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને ખેલદિલી ની ભાવના જાગે તે હેતુ સર રાખવામાં આવ્યો હતો.સ્પોર્ટ્સમાં રસ ધરાવતા ઊર્જાવાન બાળકો નો સ્પોર્ટ્સ ડે શાળાના આચાર્ય રમેશકુમાર પટેલ,નયનાબેન પટેલ,અને કૈલાસ બેન પટેલ ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ લીંબુ ચમચી, કોથળા દોડ,એક મિનિટ,લોટ ફૂંકની, માટલા ફોડ,દેડકા દોડ,સંગીત ખુરશી જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,અને વાલીઓ એ હાજર રહી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.વિજેતા થયેલ ખેલાડીઓનું મુખ્ય શિક્ષક અને શિક્ષકો દ્વારા 26 મી જાન્યુઆરી ના રોજ ગામલોકો ની ઉપસ્થિત માં સન્માન કરવામાં આવશે.. શાળાના તમામ બાળકોએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લઈને વિવિધ રમતોનો આનંદ માન્યો હતો.






