GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પુષ્ટિ સંપ્રદાયનું વૈશ્વિક ગૌરવ: કાલોલના શ્રી અભિષેકલાલજી મહારાજને ફ્રાંસની યુનિવર્સિટી દ્વારા‘ડોક્ટરેટ’ની પદવી એનાયત.

 

તારીખ ૦૪/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ સ્થિત ગોવર્ધનનાથજી મંદિરના ગાદીપતિ અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અનેરું સ્થાન ધરાવતા પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ (કાલોલ-મથુરા-રાજકોટ) ને તેમની વર્ષોની નિઃસ્વાર્થ સમાજસેવા અને માનવતાવાદી કાર્યો બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. ફ્રાંસની પ્રતિષ્ઠિત કેનેડી યુનિવર્સિટી દ્વારા મહારાજશ્રીને ‘ફિલોસોફી ઈન સોશિયલ સર્વિસ’ વિષયમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે ગૌરવની ક્ષણ છે.સેવા અને ભક્તિનો ત્રિવેણી સંગમ મહારાજશ્રી છેલ્લા ૨૬ વર્ષોથી સમાજ સેવા, ગૌ સેવા અને સનાતન ધર્મના પ્રચારમાં સક્રિય છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માત્ર ધાર્મિક સીમાઓ સુધી મર્યાદિત ન રહેતા માનવતાના દરેક પાસાને સ્પર્શે છે. ગાયો પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા મહારાજશ્રી દ્વારા અનેક ગૌશાળાઓનું સંચાલન અને કેટલ કેમ્પના આયોજનો કરવામાં આવે છે. જીવદયાના ભાગરૂપે ચકલીઓ અને પક્ષીઓ માટે હજારોની સંખ્યામાં માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવે છે.કોવિડ-૧૯ જેવી કપરી મહામારી દરમિયાન ગરીબો માટે ટિફિન સેવા, અનાજ અને ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સહાય અને આરોગ્ય કેમ્પ દ્વારા તેમણે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષણ સહાય અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના જતન માટે ‘પખાવજ મૃદંગ’ની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. તેમની એકેડેમી દ્વારા હજારો લોકોને નિઃશુલ્ક માર્ગદર્શન અને ધર્મના સંસ્કારો આપવામાં આવે છે. સમાજમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રહિતની ભાવના પ્રબળ કરવા માટે તેઓ સતત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.મહારાજશ્રીની અવિરત સેવાઓની નોંધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પણ લેવામાં આવી છે. તેમને અત્યાર સુધીમાં અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે:ગુજરાત સરકાર દ્વારા વિશેષ સન્માન.સૌરાષ્ટ્ર રત્ન પુરસ્કાર અને દિવ્ય ભાસ્કર દ્વારા ‘કોહિનૂર ઓફ સૌરાષ્ટ્ર’ પુરસ્કાર. રાજકોટ, પંચમહાલ અને મથુરાના વૈષ્ણવ સમાજ તેમજ ચતુર્વેદી, તૈલંગ અને ગિરિનારાયણ બ્રાહ્મણ સમાજ દ્વારા સન્માન.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), સદ્ભાવના પરિવાર અને આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા વિશેષ અભિવાદન.કાલોલ કેળવણી પ્રચારક મંડળ અને લાઈફ બ્લડ સેન્ટર જેવી સંસ્થાઓ દ્વારા સન્માનિત.સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ શ્રી અભિષેકલાલજી મહારાજને મળેલી આ આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિને પગલે કાલોલ સહિત સમગ્ર દેશ-વિદેશના વૈષ્ણવોમાં આનંદની લહેર ફેલાઈ છે. એક ધર્મગુરુ તરીકેની જવાબદારી નિભાવવાની સાથે એક સાચા સમાજ સેવક તરીકેની તેમની ભૂમિકાને આજે વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવી છે. તેઓ ખરા અર્થમાં માનવતા અને ભક્તિનો સંદેશ ફેલાવી પ્રેરણારૂપ બની રહ્યા છે.

 

Back to top button
error: Content is protected !!