GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો 22મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો.

 

તારીખ ૦૯/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો 22મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ 8 ડિસેમ્બર રવિવારે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે કાલોલ ખાતે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના સિનિયર સીટીઝનો,નિવૃત્ત કર્મચારીઓના સન્માન સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને બાળ કલાકારો એ સાંસ્ક્રુતિક કૃતિઓ રજૂ કરી હતી.સમારંભ ના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ જાની, મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉ.યોગેશભાઈ પંડ્યા અતિથિ વિશેષ તરીકે રોશનકુમાર પંડ્યા અને ઈનામ વિતરક દાતા તરીકે ડો. પિનલ દિપકકુમાર પંડ્યા સપરિવાર ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!