માલણ ખાતે શ્રી ચોવીસ ઝલા આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ નું સ્નેહી મિલન યોજાયું

28 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
માલણ ખાતે શ્રી ચોવીસ ઝલા આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ નું સ્નેહી મિલન યોજાયું. સમાજના અગ્રણીઓ રાજકીય આગેવાનો વિદ્યાર્થીઓનું સન્માન કરાયું . કુરિવાજોને જાકારો આપ્યો.માલણ ગામ ખાતે શ્રી ચોવીસ જલા આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ દ્વારા એક સ્નેહી મિલન આયોજનમાં સમાજના અનેક અગ્રણીઓ ગામજનો રાજકીય આગેવાનો તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ સમાજ ખાસ કરી શૈક્ષણિક વિકાસ સામાજિક ઉત્થાન કન્યા કેળ વણી ઉત્તેજન યુવા જાગૃતિ વિકાસ રોજગાર લક્ષી માર્ગદર્શન રિવાજો નાબૂદી વ્યસન મુક્તિ જેવા અનેક પ્રવૃત્તિઓ આ સમાજ દ્વારા અવાર નવાર કરવામાં આવે છે જોકે આ નવા વર્ષમાં સમાજના વડીલો ભૂત પૂર્વક આગેવાનો તેમજ સમાજનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાઈ તાળીઓથી વધાવી લીધા જોકે આ સમાજમાં કેટલા કુ રિવાજો હતા જેને જાકારો આપ્યો હતો શ્રી ચોવીસ ઝલા આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ દ્વારા સમાજના હિત માટે કુરિવાજ નાબૂદ કરવા નવી પહેલ કરી હતી જેમાં ગામ ગામમાં કોઈપણ સામાજિક પ્રસંગ હોય તો તેમાં બી ડી સિગારેટ તમાકુ કે અન્ય વ્યસન પ્રતિબિંબ કેફી દ્રવ્યો મહેમાનો વચ્ચે મૂકવા કે ફેરવવા નહીં તેમજ બીમાર વ્યક્તિ સમાચાર લેવા જઈએ ત્યારે બીમાર વ્યક્તિને નાણાકીય મદદ કરવી બાળક જન્મ પ્રસંગે સગા સંબંધી કે ગામમાં લોકોએ જલેબી કે અન્ય સ્વીટ .પેડા. દવાખાને કે ગામમાં આપવા નહીં આ જ રીતે સગાઈ પ્રસંગ મામેરા પ્રસંગ લગ્ન પ્રસંગ. સુવાવડ અને આણુ આવા અનેક પ્રસંગ વખતે નવા પ્રસ્તાવ કરવાઅનેક વિવિધ સમાજના હિત માટે અગ્રણીઓ દ્વારા નવી પહેલ કરી અન્ય સમાજને પ્રેરણા રૂપ બન્યા છે.





