શહેરા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર રામાભાઈ તાવિયાડનો વિદાય સમારંભ યોજાયો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા 
શહેરા મામલતદાર કચેરી ખાતે પુરવઠા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રામાભાઈ હાલૂભાઈ તાવિયાડનો વિદાય આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવુક વાતાવરણમાં તેમને વિદાય આપી અને તેમની લાંબી સરકારી સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ વિદાય સમારંભમાં શહેરાના મામલતદાર ધર્મેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રાંત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પુરવઠા વિભાગના સમગ્ર સ્ટાફગણે હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ રામાભાઈ તાવિયાડે સરકારી સેવાઓમાં આપેલા અમૂલ્ય યોગદાન અને તેમની કર્મનિષ્ઠાને યાદ કરી હતી. મામલતદાર ધર્મેન્દ્ર પટેલે રામાભાઈ તાવિયાડના સેવાકાળને બિરદાવતું પ્રશંસાપત્ર પાઠવ્યું હતું અને તેમની ભવિષ્યની કારકિર્દી માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વિદાય સમારંભમાં સૌએ રામાભાઈને શુભેચ્છાઓ આપી અને તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ભાવુક પ્રસંગે રામાભાઈએ પણ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો અને પોતાની સેવા દરમિયાન મળેલા સહકારને યાદ કર્યો હતો.







